
Shri Mahendrabhai K. Patel
પ્રમુખશ્રીનું નિવેદન
સભાસદ મિત્રો,
આપણી બેન્કનો ૬૨ મો વાર્ષિક હિસાબો રજુ કરતા અને આપ સહુને આવકારતા મને આનંદ થાય છે. પાટણ શહેર તથા બેન્કના કાર્યક્ષેત્રમાં સામેલ તમામ જનતા, વેપારી, કારીગર, નાના ઉદ્યોગ ધરાવનાર દરેક ભાઇ-બહેન કે જેને ધંધો કરી આગળ આવવું છે, તે સર્વેને જરૂરી ધિરાણ મળે તે માટે બેન્ક સતત પ્રયત્નશીલ છે જે બેન્કની સભાસદ સંખ્યા અને વ્યવહારિક માળખા ઉપરથી દર્શિત થાય છે.આ અહેવાલમાં દર્શાવેલ હકીકતો જોતાં વર્તમાન સંજોગોમાં બંકે ઉત્સાહજનક કામગીરી કરી છે.જે વેસ્ટ ઈન્ડિયા અર્બન કો. ઓપરેટિવ બેંકિંગ સમિટ -૨૦૨૪ માં કર્મચારી દીઠ બેસ્ટ બીજનેશનો શિલ્ડ મડેલ છે.
બેન્કની મુખ્ય શાખા, માર્કેટયાર્ડ શાખા તથા ડીસા શાખાના ગ્રાહકોને અદ્યતન ટેકનોલોજીથી ATM, RUPAY CARD, SMS, RTGS/NEFT, IMPS, ECS MOBILE BANKING, UPI, MISS CALL દ્વારા બેલેન્સ ઇન્કવાયરી, સરકારી સબસીડી જમા જેવી સુવિધાઓ આપે છે. અને આવનાર વર્ષમાં બેન્ક દ્વારા WHATSAPP તથા NET BANKING ની સેવા શરૂ કરવા પ્રયત્ન શીલ છીએ. બેન્કના ગ્રાહકો ઉપરોકત સેવાઓનો લાભ પ્રાપ્ત કરીને બેન્કના વિકાસમાં સહભાગી થઇ રહયા છે, તેથી હું હર્ષની લાગણી અનુભવું છું.
આપણી બેન્ક સમાજના તમામ વર્ગોને રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિતિ નિયમોને આધીન રહીને મદદરૂપ થવા સતત કાર્યશીલ રહે છે. તથા સામાજિક જવાબદારીના ભાગરૂપે બેંક સભાસદોને અકસ્માતે અવસાન થતાં નોમીની/વારસદારને રૂ।.૧,૦૦,૦૦૦/- તથા કુદરતી અવસાન થતાં રૂા. ૫,૦૦૦/- આર્થિક સહાય સભાસદ કલ્યાણ નિધિમાંથી આપવામાં આવે છે. ચાલુ વર્ષે અકસ્માતે અવસાન થનાર ૧ (એક) સભાસદના નોમીની/વારસદારને રૂ।.૧,૦૦,૦૦૦/- તથા કુદરતી અવસાન થનાર ૧૪૧ સભાસદના નોમીની/ વારસદારોને રૂ।. ૫,૦૦૦/- પ્રમાણે કુલ રૂા. ૭,૦૫,૦૦૦/- પ્રમાણે આર્થિક સહાય આપેલ છે. વર્ષ દરમ્યાન અવસાન પામેલ સભાસદોને શ્રધ્ધાંજલિ અર્પિત કરુ છું.
“આપણી બેન્ક સૌની બેન્ક” એ અનુસાર બેન્કનો વિકાસ એ બેન્કના સભાસદો, થાપણદારો તથા કરજદારોના વિશ્વાસનું પ્રતિક છે. બેન્કની થાપણો, ધિરાણમાં સતત વધારો થયેલ છે. બઁકમાં મૂકવામાં આવેલ રૂ ૫,૦૦,૦૦૦,/- સુધી થાપણો DICGC હેઠળ વીમા સુરક્ષિત છે . બેન્ક વ્યકિતગત લોન, ટર્મલોન, વેપાર ઉદ્યોગ લોન, મશીનરી લોન, વાહન લોન, સોના-ચાંદીના દાગીના સામે, શૈક્ષણિક લોન, સોલાર પેનલ ઇન્સ્ટોલેશન તથા પોસ્ટના સર્ટીફિકેટ સામે ધિરાણની સુવિધા પુરી પાડે છે. બેન્કે ચાલુ સાલે રૂ।. ૨૬,૮૨,૯૦,૯૩૫.૬૮ /- ની આવક કરી છે.જેમાથી વહીવટ ખર્ચ,વ્યાજ બાદ કરતાં ગ્રોસ નફો રૂ ૭,૭૦,૧૨,૮૦૦.૩૨/- થયેલ છે .જેમાથી બઁક એ જોગવાઇઓ રૂ ૨,૯૧,૨૭,૦૦૦.૦૦/- તથા ઇન્કમટેક્સ પ્રોવિજન રૂ ૨,૬૩,૬૧,૪૮૫.૦૦.૦૦ /- બાદ જતાં બેન્કે ચોખ્ખો નફો રૂ ૨,૧૫,૨૪,૩૧૫.૩૨/- કરેલ છે .